ભરૂચ : ભાજપ હોય કે કોંગ્રેસ, બંનેએ કાશ્મીરી પંડિતો માટે કશું નથી કર્યું : ડૉ. પ્રવિણ તોગડીયા

આંતરરાષ્ટ્રીય હીંદુ પરિષદ ( એએચપી)ના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડીયાએ હવે કાશ્મીરી પંડિતોના મુદ્દે ઝંપલાવ્યું છે.

Update: 2022-03-21 11:43 GMT

આંતરરાષ્ટ્રીય હીંદુ પરિષદ ( એએચપી)ના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડીયાએ હવે કાશ્મીરી પંડિતોના મુદ્દે ઝંપલાવ્યું છે. ભરૂચ ખાતે તેમણે જણાવ્યું કે, સરકાર કોઇ પણ પાર્ટીની હોય તેમણે કાશ્મીરી પંડીતો માટે કશું કર્યુ નથી.

ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે આંતરરાષ્ટ્રીય હીંદુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડીયાનું સ્વાગત કરવામાં આવ્યું.. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ૧૯૯૦ના દાયકામાં કાશ્મીર માં કાશ્મીરી પંડિતોને મારી નાખવામાં આવ્યા હતા અને ચાર લાખ થી વધુ કાશ્મીરી પંડિતો ઓ પલાયન કરવું પડેલું હતું.. કેન્દ્રમાં ૧૫ વર્ષ કોંગ્રેસ અને ૧૫ વર્ષ ભાજપ ની સરકાર હતી છતાં પણ આ ૩૦ વર્ષ દરમિયાન કોઈપણ સરકારે કાશ્મીરી પંડિતોને ઘરવાપસી નથી કરાવી અને કાશ્મીરી પંડિતોને પોતાના મકાન કે જમીન પણ પાછા અપાવી શકી નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, લઘુમતીઓ માટે બે બાળકોનો કાયદો લાવવો જોઈએ અને જો આ કાયદો નહિ બનાવવામાં આવે તો આવનારા ૩૦ વર્ષમાં કાશ્મીર ફાઇલ્સની જેમ ભારત ફાઇલ્સ નામની પણ ફિલ્મ આવશે...

Tags:    

Similar News