ભરૂચ : બલેશ્વર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં યોજાય વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ...

ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા મધુબેન ફતેસિંહ વસાવા વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-01-02 09:35 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ખાતે ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા મધુબેન ફતેસિંહ વસાવા વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજેતાઓને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.

ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામે ચન્દ્રકાન્ત વસાવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મધુબેન ફતેસિંહ વસાવા વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં યોજાય હતી. ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની 7 અને મહારાષ્ટ્ર 3 ટીમોએ ભાગ લીધો હતો, ત્યારે ફાઇનલ મેચમાં આણંદ સામે સુરતની ટીમ ફાઇનલમાં પહોચી હતી. આણંદની ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુરતની ટીમે પ્રથમ બેટીંગ કરી 94 રન બનાવી 95 રનનો ટારગેટ આપ્યો હતો. આણંદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 75 રન બનાવ્યા હતા. આણંદ સામે સુરતની B ટીમ 30 રનથી વિજેતા બની હતી. જેમાં પ્લેયર ઓફ ધ મેચ રેણુકા ચૌધરી બની હતી. આ પ્રસંગે વિજેતાઓને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.

Tags:    

Similar News