જોખમી “હોડીઘાટ” યથાવત..! : ભરૂચ-ઝઘડીયાના તરસાલી મેળામાં હોડી મારફતે જતાં લોકોના જોખમી વિડિયો વાયરલ...

ઝનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર-બામણીયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યએ સમર્થકો સાથે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પણ આપ્યું હતું.

Update: 2024-03-03 12:41 GMT

ભરૂચ તાલુકાના ઝનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર-બામણીયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યએ સમર્થકો સાથે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પણ આપ્યું હતું. તો પણ જોખમી હોડીઘાટ ધમધમતો નજરે પડી રહ્યો છે, જ્યાં લોકો જીવના જોખમે તરસાલી મેળામાં જતાં હોવાનો જોખમી વિડિયો વાયરલ થયો છે.

ભરૂચ જીલ્લામાં નર્મદા તટે આવેલ ઝનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર-બામણીયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્ય નીતા માછીની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જોકે, તંત્રને આવેદન પત્ર આપ્યા બાદ પણ જોખમી હોડીઘાટ ઘમઘમી રહ્યો હોવાના વિડિયો વાયરલ થયા છે. ઝઘડીયા તાલુકાના તરસાલી ખાતે મેળાનું આયોજન હોઈ જેથી ફેળાવાથી બચવા લોકો હોડી મારફતે મુસાફરી કરતા હોય છે. હાલ તો વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પહેલા કરતા પણ વધુ મુસાફરો અને મોટર સાયકલ પણ વધુ જોખમી રીતે લઈ જવામાં આવે છે. જોકે, આ વિડિયો વાયરલ થતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે આ મામલે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે જરૂરી પગલાં ભરવામાં આવે તો વડોદરા હરણી બોટ દુર્ઘટના જેવી ઘટના બનતા અટકી શકે તેમ છે.

Tags:    

Similar News