ભરૂચ પરથી પૂરનું સંકટ ટળ્યુ, નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો

ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નર્મદા નદી ભયજનક સપાટીથી નીચે

Update: 2022-08-20 07:14 GMT

ભરૂચ પરથી પૂરનું સંકટ ટળ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી આવતા પાણીમાં ઘટાડો થતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો થયો છે જેના પગલે વહીવટી તંત્ર અને નદી કિનારે વસતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

ભરૂચ અને શહેર જિલ્લા માટે નર્મદા નદીમાં આવેલા પૂરને લઈ રાહતના સમાચાર આવ્યા છે. ઉપરવાસમાંથી છોડાઈ રહેલા પાણીમાં ઘટાડો થતા નર્મદામાંથી છોડાતા પાણીમાં પણ ઘટાડો થયો છે. જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની સપાટીમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મધ્યપ્રદેશ અને કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનું જોમ ઘટતા હવે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સાડા સાત લાખ ક્યુસેકથી ઘટીને 1 લાખ ક્યુસેકની આસપાસ થઈ ગઈ છે જેના પગલે નદીની જળ સપાટીમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. નદી તેની ભયજનક સપાટી 24 ફૂટથી નીચે 17 ફૂટે પહોંચી છે જેના પગલે વહીવટી તંત્ર અને નદીકાંઠે વસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Tags:    

Similar News