અંકલેશ્વરથી ચોરી થયેલી કાર ખેડા જિલ્લાના કઠલાલ ગામેથી બિનવારસી હાલતમાં મળી આવી…

Update: 2022-09-21 05:27 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ચોરી થયેલી કાર ખેડા જિલ્લાના કઠલાલથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. કાર અંગે સ્થનિકોએ કઠલાલ પોલીસે જાણ કરી હતી. ત્યાર બાદ શહેર પોલીસે ટ્રાન્સફોર્મર વોરન્ટ પર કારને અંકલેશ્વર લઇ આવ્યા છે. જોકે, સીસીટીવીમાં દેખાતો કાર ચોર હજુ ફરાર છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરમાં 10મી સપ્ટેમ્બરના રોજ હાંસોટ રોડ પર આવેલા ભવ્ય એપાર્ટમેન્ટમાં માનસી મહેતા અને તેમનો પુત્ર ઘરમાં એકલા છે. તે સમયે એક અજાણ્યો વ્યક્તિએ ટાટા સ્કાયમાંથી આવે છે, અને સેટઅપ બોક્સ રીપેર કરવાનું છે તેમ કહી અંદર પ્રવેશ્યો હતો. માનસી મહેતાએ તેને રીમોટ આપી પોતાના કામમાં લાગી ગયા હતા. આ સમય દરમિયાન કાર ચોરે ઘરમાં મૂકેલી કારની ચાવી લઈને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેને તક મળતાં ઘરના આંગણામાં પાર્ક કરેલી કારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. માનસીબેને મકાનના આંગણામાં કાર નહિ જોવા મળતા તપાસ કરી હતી. જેમાં પાડોશીઓએ જણાવ્યું હતું કે, બપોરે એક વ્યક્તિ તેની કાર લઇ ગયો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. જોકે, અંકલેશ્વરથી ચોરાયેલી કાર અંતે 9 દિવસ બાદ ખેડા જિલ્લાના કઠલાલ ખાતે બિનવારસી હાલતમાં મળી આવી હતી. જે અંગેની કઠલાલ પોલીસ મથકે જાણ કરતાં કઠલાલ પોલીસેએ શહેર પોલીસ દ્વારા વાયરલેસ કરેલા પોલીસ મેસેજ આધારે સંપર્ક કર્યો હતો. જે અંગે શહેર પોલીસએ જરૂરી વિગતો આપતા કારએ જ હોવાનું સામે આવ્યું હતું. જે આધારે અંકલેશ્વર શહેર પોલીસની એક ટીમ કઠલાલ ખાતે પહોંચી કારને અંકલેશ્વર લઇ આવી હતી. જોકે, સીસીટીવીમાં નજરે પડતો તસ્કર ઈસમ હજી પણ ફરાર છે. જેને વહેલી તકે ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Tags:    

Similar News