ભાવનગર: શિહોરના નવા ગામમાં સામૂહિક આપઘાતનો વધુ એક બનાવ બનાવ, માસૂમ પુત્ર-પુત્રીને ફાંસી લગાવ્યા બાદ પિતાએ કર્યો આપઘાત

Update: 2020-10-15 16:52 GMT

ભાવનગર જિલ્લામાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. શિહોર તાલુકાના નવા ગામમાં એક પરિવારના 3 વ્યક્તિએ ઘરમાં સામુહિક આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સામૂહિક આપઘાત પહેલા પિતાએ પુત્રી અને પુત્રને ફાંસો આપી પોતે પણ આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે.

સામૂહિક આપઘાતની ઘટનાને પગલે વરતેજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાવનગરના નવા ગામમાં પિતા, પુત્ર અને પુત્રીએ ગળેફાંસો લગાવી આપઘાત કર્યો છે. 4 વર્ષના પુત્ર, 5 વર્ષની પુત્રીને પિતાએ ફાંસો લગાવ્યો હતો. બાળકોને ગળેફાંસો લગાવ્યા બાદ પિતાએ આપઘાત કર્યો છે. આ સામૂહિક આપઘાત પાછળનું કારણ ઘરકંકાસ જવાબદાર હોવાની ચર્ચા થઇ રહી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ઘરકંકાસના કારણે લાલભાઇ ચૌહાણ નામના વ્યક્તિએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. લાલભાઇના પત્ની ઘરકંકાસના કારણે રિસામણે ચાલ્યા ગયા હતા. જેના કારણે લાલભાઇએ આવેશમાં આવી પોતાના બે માસૂમ બાળકો સાથે આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Tags:    

Similar News