ભાવનગર: બસ ડ્રાઇવરની લાપરવાહીએ લીધો માસૂમ બાળકોનો જીવ, સીસીટીવીમાં ઘટના કેદ

Update: 2020-02-15 10:42 GMT

ભાવનગર શહેરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલમાં એક બે વર્ષની વિદ્યાર્થીની બસ નીચે ઉતરી રહી હતી

તે વેળા ડ્રાઇવરે બસ હંકારતા બાળકી બસના ટાયર નીચે આવી જતાં મોત નીપજ્યું હતું.

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં શુક્રવારની સાંજે સર્જાયેલા અકસ્માતને લઈ ભારે

હોબાળો સર્જાયો છે. ચિત્રા જીઆઇડીસીમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલમાં આર.ટી ઈ યોજના

અન્વયે    ધો.2 માં  અભ્યાસ કરતી દિયાનું

સ્કૂલ બસ નીચે આવી જતા મોત નીપજ્યું હતું. બસ ચાલકની ગંભીર લાપરવાહીના કારણે

બાળકી બસ નીચે ઉતરતા જ બસના ટાયર નીચે બાળકીના માથાનો ભાગ આવી જતાં કમકમાટી ભર્યું

મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રોશ ફેલાયો

છે. પરિજનો જ્યાં સુધી બસ ચાલક અને બસ સંચાલક સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી લાશને સ્વીકારવાનો

ઇનકાર કર્યો છે.

બે વર્ષની માસૂમ બાળાનો બસ ચાલકે ભોગ લઈ લીધો હતો. બાળકીના પરિજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાલ સર.ટી. હોસ્પિટલના પીએમ રૂમની બહાર  ન્યાયની માંગ સાથે

પ્રદર્શન કરી રહ્યા છે. જો કે પોલીસે ગત રાત્રીના જ બસ ચાલકની અટકાયત કરી હોવાના

સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માત સર્જીને બસ સાથે ચાલક નાસી છુટ્યો હતો. અકસ્માતની

ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ત્યારે હવે તંત્ર ની કાર્યવાહી અને

પરિજનો નો શુ નિર્ણય રહે છે તે જોવું રહ્યું. 

Tags:    

Similar News