ભાવનગર : જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં રૂ. 796 લાખના ખર્ચે 16 ગામોને પીવાના પાણીની યોજનાને મંજુરી

Update: 2021-01-19 11:12 GMT

ભાવનગર જીલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૫૬મી બેઠક તારીખ ૧૮/૦૧/૨૦૨૧ના રોજ કલેક્ટર કચેરી મુકામે મળેલ હતી. સદરહું બેઠકમાં રૂ. ૭૯૬ લાખના ખર્ચે ૧૬ ગામોની પીવાના પાણીની આંતરીક વિતરણ પાઇપ લાઇનની યોજનાને વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

સમગ્ર બેઠક દરમ્યાન સદરહું મંજુર થયેલ યોજના અન્વયે ગારીયાધાર તાલુકાના ચોમલ ગામની અંકે રૂ/- ૧૭.૬૨ લાખની યોજના, જેસર તાલુકાના ઇંટીયા ગામની અંકે રૂ/- ૨૦.૬૯ લાખની યોજના, શિહોર તાલુકાના રામધરી ગામની અંકે રૂ/- ૬૭.૮૪ લાખની યોજના, સણોસરા ગામની અંકે રૂ/- ૨૫૨.૫૮ લાખની યોજના, વરલ ગામની અંકે રૂ/- ૧૬૫.૪૯ લાખની યોજના, તળાજા તાલુકાના ગઢુલા ગામની અંકે રૂ/- ૧૬.૩૮ લાખની યોજના, શેવાળીયા ગામની અંકે રૂ/- ૬.૪૯ લાખની યોજના, માખણીયા ગામની અંકે રૂ/- ૪૯.૦૫ લાખની યોજના, બોરલા ગામની અંકે રૂ/- ૨૦.૪૮ લાખની યોજના, પાલીતાણા તાલુકાના હણોલ ગામની અંકે રૂ/- ૩૨.૬૩ લાખની યોજના, અનીડા (કુંભણ) ગામની અંકે રૂ/- ૪.૫૪ લાખની યોજના, ઘેટી ગામની અંકે રૂ/- ૬૦.૧૬ લાખની યોજના, લાખાવડ ગામની અંકે રૂ/- ૨૬.૬૧ લાખની યોજના, ભાવનગર તાલુકાના મીઠાપર ગામની અંકે રૂ/- ૫.૬૪ લાખની, મહુવા તાલુકાના ચોકવા ગામની અંકે રૂ/- ૧૪.૧૯ લાખની, ઉમરાળા તાલુકાના ટીંબી ગામની અંકે રૂ/- ૩૬.૨૫ લાખની યોજનાઓને જરૂરી વહિવટી મંજુરી આપવામાં આવેલ હતી. ઉપરોક્ત મંજૂરીથી જિલ્લામાં સરકારશ્રીના ’’નલ સે જલ કાર્યક્રમ’’ ને જરૂરી વેગ મળશે અને કુલ ૨,૫૨૫ નવીનતમ ઘરોમા નળ જોડાણમાં વધારો થવા જશે અને લાભાર્થી ગામોને ઘરે – ઘરે પાણીની સવલત મળશે તેમજ જે ગામોમાં હયાત વ્યવસ્થાઓ ઉપલબ્ધ હતી તેવા ગામોની પીવાના પાણીની હયાત વિતરણ વ્યવસ્થા અદ્યતન થવા જશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વાસ્મોના યુનિટ મેનેજર પી.જી.મકવાણા, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક દિપાબેન પરમાર, જિલ્લા આયોજન અધિકારી, જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ માહિતિ અધિકારી, કે.એન.દોશી તાંત્રિક સલાહકાર, પ્રોજેક્ટ ડાયરેક્ટર વૉટરશેડ વિભાગ અને વાસ્મો યુનિટના જિલ્લા કોર્ડિંનેટર વિપુલ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News