ભાવનગર : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ સ્થળો પર "સાઈન કેમ્પેઈન" યોજાયું

Update: 2021-02-08 14:22 GMT

મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સાયકલ રેલી, સાઈન કેમ્પેઈન, ચિત્ર સ્પર્ધા, શેરી નાટક સહિતના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને દેશની તમામ ચૂંટણીઓમાં 100 ટકા મતદાન થાય તે હેતુથી સરકાર દ્વારા લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે, ત્યારે મતદાન અંગે લોકોમાં વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસો અને અચૂક મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવામાં આવી રહી છે, ત્યારે ભાવનગર શહેરના વિવિધ જાહેર સ્થળો પર સાઈન કેમ્પેઈન યોજવામાં આવ્યું હતું. કેમ્પઈન અંતર્ગત મતદાર તેમજ તેના પરિવારના તમામ મતદાર સભ્યો અવશ્ય મતદાન કરે તેવો સંકલ્પ પણ લેવડાવવામાં આવેલ. જેમાં ભાવનગર ટર્મિનલ ખાતે આજે 500 કરતાં પણ વધુ મતદારો સાઈન કેમ્પઈનમાં સહભાગી થઇ મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

Tags:    

Similar News