મધર ડેરીએ દૂધના ભાવમાં ફરી કર્યો વધારો, આ છે નવા ભાવ.!

છેલ્લા એક મહિનામાં મોંઘવારી દરમાં ઘટાડો થયો હોવા છતાં દૂધના ભાવમાં વધારાની પ્રક્રિયા અટકતી જણાતી નથી.

Update: 2022-11-21 04:05 GMT

છેલ્લા એક મહિનામાં મોંઘવારી દરમાં ઘટાડો થયો હોવા છતાં દૂધના ભાવમાં વધારાની પ્રક્રિયા અટકતી જણાતી નથી. મધર ડેરીએ ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ ફુલ ક્રીમ અને ટોકન મિલ્કના ભાવમાં વધારો કર્યો છે. મતલબ કે હવે તમારે મધર ડેરીનું દૂધ મેળવવા માટે વધુ ખિસ્સું ઢીલું કરવું પડશે

પીટીઆઈ અનુસાર મધર ડેરીએ ફુલ ક્રીમ દૂધના ભાવમાં પ્રતિ લીટર 1 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે ટોકન દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ દિલ્હી-એનસીઆરના ગ્રાહકો માટે દૂધની આ કિંમતોમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં પણ મધર ડેરીએ ફુલ ક્રીમ મિલ્કના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. આ પછી એક લીટર ફુલ ક્રીમ દૂધ 63 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.

હવે ફુલ ક્રીમ દૂધ પર એક રૂપિયો વધાર્યા બાદ તમારે એક લિટર દૂધ માટે 63ને બદલે 64 રૂપિયા ખર્ચવા પડશે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે નવી કિંમતો સોમવારથી(આજથી) લાગુ થશે. રિપોર્ટ અનુસાર કંપનીએ ખર્ચમાં વધારાને કારણે દૂધની કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે. તેવી જ રીતે ટોકન દૂધની કિંમત 48 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 50 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. જોકે મધર ડેરીના ફુલ ક્રીમ મિલ્કના અડધા કિલોના પેકેટના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.

Tags:    

Similar News