RBIએ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો, હોમ અને કાર લોન થશે મોંઘી

વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.40%થી વધીને 5.90% થઈ ગયો છે

Update: 2022-09-30 06:02 GMT

વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.40%થી વધીને 5.90% થઈ ગયો છે, એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક લોન મોંઘી થઈ શકે છે અને તમારે વધુ EMI ચૂકવવા પડશે.વ્યાજદર અંગે નિર્ણય લેવા માટે 28 સપ્ટેમ્બરથી મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ ટૂંક સમયમાં પ્રેસ-કોન્ફરન્સમાં વ્યાજદરો વિશે માહિતી આપશે. ઓગસ્ટમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદર 4.90%થી વધારીને 5.40% કરવામાં આવ્યો હતો. નાણાકીય નીતિની બેઠક દર બે મહિને યોજાય છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી. ત્યાર બાદ RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ RBIએ 2 અને 3 મેના રોજ ઈમર્જન્સી મીટિંગ બોલાવી અને રેપો રેટ 0.40%થી વધારીને 4.40% કર્યો હતો.રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી કરવામાં આવ્યો હતો. આ પછી 6થી 8 જૂનના રોજ યોજાયેલી નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટમાં 0.50%નો વધારો કરવામાં આવ્યો હતો. આ કારણે રેપો રેટ 4.40%થી વધારીને 4.90% કરવામાં આવ્યો. પછી ઓગસ્ટમાં એમાં 0.50%નો વધારો કરવામાં આવ્યો હતો, જે 5.40% પર પહોંચી ગયો હતો.

Tags:    

Similar News