બેન્કો સાથે 340 કરોડની છેતરપિંડી કરવા બદલ બે કંપનીઓ વિરુધ્ધ CBI કેસ

Update: 2021-01-16 07:47 GMT

CBIએ શુક્રવારે જણાવ્યુ કે, NCR અને હરીયાણાના કરનાલ સ્થ્તીત બે કંપનીઓ સામે બેન્કો સાથે 340 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો કેસ નોંધવા પામ્યો છે અને છ સ્થળોએ તપાસ કરાઇ છે. CBI દ્વારા બંને કંપનીઓની સાથે સાથે તેમના અધિકારીઓએ અને માલિકોના આવસે પણ દરોડા પડ્યા હતા. એકે CBI અધિકારીએ જણાવ્યુ કે એજન્સીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ફરિયાદ પર નેફ્ટોગેજ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સીએમડી સહિત અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ 219.81 કરોડની છેતરપિંડી કરવાનો ગુનો નોધાયો છે.

બીજા મામલામાં પંજાબ નેશનલ બેન્કની ફરિયાદ અનુસાર એજન્સીએ હરિયાણાના કરનાલ સ્થીત હરીહર ઓવરસીજ પ્રાઈવેટ લિમિટેડ સામે ફરિયાદ નોધવા પામી છે. બેન્ક સાથે 121.75 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં કંપની, તેના સંચાલકો સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધાયેલ છે.

Tags:    

Similar News