ભરૂચ : નેત્રંગથી ડાકોર જવા પગપાળા સંઘ થયો રવાના, ચૌદશના દિવસે ભાવિકો ધજા ચઢાવશે..

ભરૂચ જિલ્લાના નેત્રંગથી નૂતન વર્ષ નિમિતે દર વર્ષે નેત્રંગથી ડાકોર પગપાળા યાત્રા સંઘ જાય છે

Update: 2021-11-12 06:43 GMT

ભરૂચ જિલ્લાના નેત્રંગથી નૂતન વર્ષ નિમિતે દર વર્ષે નેત્રંગથી ડાકોર પગપાળા યાત્રા સંઘ જાય છે. છેલ્લા 65 વર્ષથી અવિરત જતાં આ યાત્રા સંધને કોરોનાનું ગ્રહણ ગત વર્ષે લાગતા યાત્રા સંઘમાં જતા ભાવિક ભક્તોમાં નિરાશા જોવા મળી હતી, ત્યારે આ વર્ષે કોરોનાના કેસ નહીવત જણાતા સરકાર દ્વારા વિવિધ ધાર્મિક સ્થળોને ગાઈડલાઈન મુજબ પુનઃ શરૂ કરવાની મંજૂરી આપી છે, ત્યારે નેત્રંગથી ડાકોર પગપાળા સંઘ જવા રવાના થયો હતો.

નેત્રંગ ગામના ગાંધી બજાર વિસ્તારમાં રહેતા સ્વર્ગસ્થ શંકરલાલ છગનલાલ ગાંધીએ પ્રથમ તેઓની પત્ની સાથે 66 વર્ષ પહેલા નેત્રંગથી ડાકોર પગપાળા યાત્રા કરી કારતક સુદ પૂનમના રોજ ભગવાન રણછોડજીના દર્શનનો લાભ લીધો હતો. આ યાત્રા સંઘ સતત તેઓએ દેખરેખ હેઠળ સતત 37 વર્ષ સુધી યોજયો હતો. તેઓનું અવસાન થતાં તેઓના પૂત્ર દિનેશ ગાંધી છેલ્લા 29 વર્ષથી આ યાત્રા સંઘને લઈ જાય છે. પરંતુ ગત વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે કારતક સુદ આઠમના રોજ ઉપડનારો આ યાત્રા સંઘ છેલ્લી ઘડીએ રદ્દ કરવામાં આવતા 60 જેટલા ભાવિક ભક્તોમાં આ યાત્રા સંઘમાં ગત વર્ષે જવા માટેનો થનગની રહ્યા હતા, ત્યારે હાલ ચાલુ વર્ષે સરકાર દ્વારા ઘણી ખરી છૂટછાટો આપતા આ વર્ષે કારતક સુદ આઠમના રોજ ઉપડનારો આ યાત્રા સંઘ નેત્રંગથી ડાકોર માટે ગાંધી બજારથી ભજન મંડળી સાથે પ્રસ્તાન કર્યું હતું. ભાવિક ભક્તોમાં આ યાત્રા સંઘમાં જવા માટે છેલ્લા કેટલાક દિવસોથી તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા, ત્યારે એક વર્ષ બાદ ભાવિકભક્તો ચૌદશના દિવસે ધજા ચઢાવવા તેમજ પૂનમના દિવસે ઠાકોરજીના દર્શન કરવા માટે તેઓમાં અલગ જ ઉત્સુકતા જોવા મળી હતી.

Tags:    

Similar News