ઝઘડીયા : જૂની તરસાલી ગામે મનસૂર શાહ બાવાના ઉર્સની ઉજવણી કરાઈ

મનસૂર શાહ બાવાના મઝાર પર દર વર્ષે ઉર્સની ઉજવણીના ભાગરૂપે કવ્વાલીનો શાનદાર પોગ્રામ રાખવામાં આવે છે

Update: 2022-03-13 07:05 GMT

ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામે નદી કાંઠા પર મનસૂર શાહ બાવાનો મઝાર શરીફ આવેલો છે, આ મઝાર શરીફ પર હાજરી આપતા અનુયાઈઓની દિલિ મનોકામનાઓ પુરી થતી હોય છે મનસૂર શાહ બાવાના મઝાર પર દર વર્ષે ઉર્સની ઉજવણીના ભાગરૂપે કવ્વાલીનો શાનદાર પોગ્રામ રાખવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ નર્મદા નદીના કાંઠા પર આવેલ જૂની તરસાલી ગામે મનસૂર શાહ બાવાના મજાર શરીફ પર 80 માં ઉર્શની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જેમા સવારે અને સાંજે નીયાઝ અને રાત્રે કવ્વાલિનો સાનદાર જલ્સો રાખવામાં આવ્યો હતો, કવ્વાલીના જલ્શામાં મુંબઈના મશહુર કવ્વાલ સલિમ જાવેદ અને આતિસ મુરાદે કવ્વાલી અને ગજલથી રંગત જમાવિ હતી, ઉર્ષના મોકા પર ભરૂચ, અંક્લેશ્વર, રાજપારડી, ઝઘડિયા, ભાલોદ જેવા વિવિધ વિસ્તારોમાંથી અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજરી આપવા પહોચ્યા હતા. આ પ્રોગ્રામનો તમામ આયોજન સૈયદ કાદરઅલી બાપુના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો. જેમાં એચ.એમ. કમેટીના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. 

Tags:    

Similar News