ભરતી પ્રક્રિયા પર ઉઠેલા પ્રશ્નોના નિરાકરણ માટે રેલ્વે મંત્રીએ લીધી આગેવાની, ઉકેલ માટે વિશેષ સમિતિની રચના કરાશે

રેલ્વેમાં વિવિધ કેટેગરીની ભરતી પ્રક્રિયા પર ઉભા થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે મેદાનમાં ઉતર્યા છે.

Update: 2022-01-27 05:48 GMT

રેલ્વેમાં વિવિધ કેટેગરીની ભરતી પ્રક્રિયા પર ઉભા થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે મેદાનમાં ઉતર્યા છે. તેમણે કહ્યું છે કે વિદ્યાર્થીઓની શંકાઓને સંવેદનશીલતા સાથે ઉકેલવામાં આવશે. રેલ્વેએ ફરિયાદોના નિરાકરણ માટે નિષ્ણાત સમિતિની રચના કરી છે. કોઈપણ સંજોગોમાં કમિટી 4 માર્ચ સુધીમાં પોતાનો રિપોર્ટ આપશે.

તે જ સમયે, નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (RRB-NTCP) અને લેવલ વનની પરીક્ષાઓ રિપોર્ટ આવે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી છે. રેલ્વે ભરતી પ્રક્રિયામાં સુધારા અથવા કોઈપણ પ્રકારની શંકા અંગે ઉમેદવારો 16 ફેબ્રુઆરી, 2022 સુધી તેમનો દૃષ્ટિકોણ નોંધી શકે છે. એક્સપર્ટ સ્ક્રિનિંગ કમિટી વિવિધ મુદ્દાઓ પર લોકોના અભિપ્રાય મેળવવા માટે વિવિધ સ્થળોની મુલાકાત પણ લેશે. નારાજ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયાને લઈને કેટલીક જગ્યાએ વિરોધ શરૂ કર્યો છે. અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપીના બનાવો પણ બન્યા છે. આ અંગે દિલગીરી વ્યક્ત કરતાં રેલવે મંત્રીએ ભાવુક થઈને કહ્યું કે, 'રેલવે તમારી સંપત્તિ છે. તેને નુકસાન પહોંચાડવું ઠીક નથી. અમે તમારી સમસ્યાઓ ઉકેલવા માટે હંમેશા ઉપલબ્ધ છીએ. વૈષ્ણવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે. એટલું જ નહીં મંત્રાલયના અધિકારીઓ રાજ્યના ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં છે.

Tags:    

Similar News