ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્ત્રી સશકિતકરણ અંગે વેબીનાર યોજાયો

Update: 2021-06-25 08:07 GMT

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્ત્રી સશકિતકરણ વિષય ઉપર વેબીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન ડૉ. અશ્વિની મોદીએ માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

સાંપ્રત સમયમાં મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની છે ત્યારે દરેક ક્ષેત્રમાં હવે મહિલાઓની હાજરી જોવા મળી રહી છે. ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્ત્રી સશકિતકરણના વિષય સંદર્ભમાં વેબીનાર યોજવામાં આવ્યો હતો. વેબીનારમાં રાજકોટની સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન ડૉ. અશ્વિની મોદીએ કોલેજની છાત્રાઓ તથા સ્ટાફને માર્ગદર્શિત કર્યા હતાં. તેમણે વિદ્યાર્થીનીઓને જીવનમાં આગળ વધી કારકિર્દિના ઉચ્ચ મુકામો હાંસલ કરવા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

વેબીનારના આયોજનમાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય પ્રોફેસર ડૉ. કિશોર ઢોલવાણી, કોલેજના ટ્રસ્ટી યોગેશ પારીક સહિત હાજરાબેન પટેલ અને દ્રષ્ટિ માંડલ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોલેજ તરફથી અભ્યાસ ઇતર પ્રવૃતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેનાથી છાત્રોને પુસ્તક ઉપરાંત અન્ય વિષયોનું પણ જ્ઞાન અને જાણકારી મળી રહે.

Tags:    

Similar News