રાજ્યમાં 1 ડિસેમ્બરથી ધોરણ 1 થી 5 ના વર્ગો ઓફ લાઇન શરૂ કરવાની વિચારણા

પ્રાથમિક શિક્ષણના વર્ગો ઓફલાઇન બંધ હોવાના પગલે ધોરણ 1 થી 5 ના બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે.

Update: 2021-11-10 08:09 GMT

રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રાથમિક શિક્ષણના વર્ગો ઓફલાઇન બંધ હોવાના પગલે ધોરણ 1 થી 5 ના બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે. જેના પગલે હવે આગામી 1 ડિસેમ્બરથી આ વર્ગો ઓફ લાઇન શરૂ કરી દેવાની વિચારણા ગંભીરતાથી હાથ ધરવામાં આવી છે. જોકે પહેલી ડિસેમ્બરથી આ ઓનલાઇન વર્ગો શરૂ થશે તો પણ તેના શૈક્ષણિક સત્રના દિવસો માં કેટલાક ફેરફારો કરવાનું પણ વિચારાધીન હોવાનું ગાંધીનગર સ્થિત સૂત્રોએ જણાવ્યું છે.ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવાના ભાગરૂપે તમામ શિક્ષણ કાર્ય પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

મહિના સુધી શિક્ષણ બંધ રહ્યા બાદ ક્રમશઃ ઉચ્ચ શિક્ષણ અને માધ્યમિક શિક્ષણના ઓફલાઇન વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હતા. જોકે ધોરણ 1 થી 5 ના વર્ગો હજુ સુધી શરૂ કરવામાં આવ્યા નથી.હવે દિવાળીના તહેવારો પછી પણ કોરોનાના કેસોની સંખ્યા નિયંત્રિત રહેતા અને ત્રીજી લહેરની ભીતિ નિરર્થક સાબિત થતા ધોરણ 1 થી 5 ના વર્ગો પણ ઓફ લાઇન શરૂ કરી લેવાનું વિચારી રહ્યું છે..પહેલી ડિસેમ્બરથી આ વર્ગો શરૂ થઈ જશે. જોકે ધોરણ 1 થી 5 ના વર્ગોનો સાપ્તાહિક સમય ઘટાડી નાખવામાં આવશે અને સપ્તાહનું શૈક્ષણિક સત્ર પણ છની જગ્યાએ ચાર દિવસનું કરવામાં આવે એવી સંભાવના છે. ધોરણ 1 થી 5 ના શૈક્ષણિક સત્રના સમયમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે

Tags:    

Similar News