ગાંધીનગર: રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ થશે,શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરી જાહેરાત

રાજ્ય સરકારે સોમવારથી તમામ સ્કૂલ-કોલેજમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ ઓફલાઈન શરૂ કરવાના નિર્ણય કર્યો છે.

Update: 2022-02-19 15:35 GMT

કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થયા બાદ રાજ્ય સરકારે સોમવારથી તમામ સ્કૂલ-કોલેજમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ ઓફલાઈન શરૂ કરવાના નિર્ણય કર્યો છે. જોકે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે. તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.10.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસોમાં ઘટાડા બાદ ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. બે દિવસ પહેલા ગુરુવારે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આગામી સોમવારથી શાળા-કોલેજો સંપૂર્ણ ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરી હતી.

Tags:    

Similar News