ગીર સોમનાથ: કોડીનારના છાછર ગામે RSS-VHPના 5 કાર્યકરો પર હુમલો, જુઓ હુમલાનું કારણ

Update: 2021-02-22 09:02 GMT

ગીર સોમનાથના કોડીનારમાં છાછર ગામે રામ મંદિર નિર્માણ નિધિ માટે ગયેલા આર.એસ.એસ.અને વિશ્વ હિન્દુ પરિષદ ના 5 કાર્યકરો પર ટોળાએ હુમલો કરતાં ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

ગીર સોમનાથના કોડીનારમાં છાછર ગામે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે અહીં રામ મંદિર નિર્માણ નિધિ માટે ગયેલા આરએસએસના 5 કાર્યકરો પર ટોળાએ હુમલો કરતા તમામને ગંભીર ઈજાઓ થઇ છે. હુમલાની જાણ થતા હિન્દૂ સંગઠનો પણ ઘટના સ્થળે પોહ્ચ્યા હતા તો તંગદિલી થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ લઇ 3 હુમલાખોરોની અટકાયત કરી છે તો 15 લોકો ફરાર છે.

આર.એસ.એસ.ના કાર્યકર્તા જીગ્નેશ પરમારનાં કહેવા મુજબ તેઓ છાછર ગામે રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ સંદર્ભે ગયા હતા. એક હિન્દૂ પરિવારમાં અવસાન થયું હોય ત્યાં ઉત્તરક્રિયામાં ભાગ લઈ પરિવારજનોને સધિયારો આપતા હતા ત્યારે તેમના પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો. લગભગ 2 થી 3 કલાક સુધી ટોળું આતંક માચાવતું રહ્યું અને સંઘનાં ઘાયલ કાર્યકરો એક ઘરમાં પુરાય રહ્યા.આખરે કલાકો બાદ કોડીનાર પોલીસ પહોંચી અને તમામને બહાર કાઢયા.અને ત્યારબાદ આ તમામને જૂનાગઢ સારવારમાં ખસેડાયાં હતા આ ઘટના અંગે પોલીસે 12 જેટલા શખ્સો અને અન્ય મળી કુલ 20 નાં ટોળા વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News