ધુળેટીના દિવસે રાજ્યમાં ડૂબી જવાથી કુલ 13 લોકોના મોત,ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો

Update: 2024-03-26 03:22 GMT

ધૂળેટીના દિવસે ધૂળેટી રમ્યા બાદ નહેરો, નદી, તળાવોમાં જઈને ન્હાવાનો ક્રેજ વધ્યો છે.‌ ત્યારે સુરક્ષાના અભાવે અનેક વખત મોટી દૂર્ઘટના ઘટી છે. આવી જ દુર્ધટના આજે ખેડા, ભાવનગર, બનાસકાંઠા, મહિસાગર, ગાંધીનગર અને વલસાડ જિલ્લામાંથી સામે આવી છે. જેમાં ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં ન્હાવા પડેલા 5 પૈકી 3 વિદ્યાર્થીઓ ડૂબતા ત્રણેયના મોત નિપજ્યા છે.

ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે. પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે. મહીસાગરના વિરપુરમાં એક બાળક ખેત તલાવડીમાં ડૂબી જતાં મોત થયું છે. વલસાડની પાર નદીમાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. જ્યારે કડીની લુણાસણની કેનાલમાં ડૂબી જતા બે યુવક મોતને ભેટ્યા છે. જ્યારે કલોલની ઉનાલી કેનાલમાં ડૂબેલા પાંચ લોકોમાંથી એકનું મોત ચાર લોકો હજી લાપતા છે. આમ રાજ્યમાં ડુબી જવાથી કુલ 13ના મોત થતાં તહેવાર ટાણે માતમ છવાયો છે.

Tags:    

Similar News