આમ આદમી પાર્ટીના નેતાઓએ અમદાવાદના કાર્યાલય પર પોલીસે રેડ કરી હોવાનું ટ્વિટ કર્યું ,પોલીસે કહ્યું અમે કોઈ રેડ નથી કરી

ગુજરાતના AAPના કાર્યાલય પર પોલીસે રેડ પાડી હોવાનો ગોપાલ ઈટાલીયા, ઇસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને દાવો કર્યો હતો.

Update: 2022-09-12 06:00 GMT

ગુજરાતના AAPના કાર્યાલય પર પોલીસે રેડ પાડી હોવાનો ગોપાલ ઈટાલીયા, ઇસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને દાવો કર્યો હતો. જોકે, અમદાવાદ પોલીસે આ દાવાને ફગાવ્યો છે અને ટ્વિટ કરીને આ મામલે ખુલાસો કર્યો છે. અમદાવાદ પોલીસે જણાવ્યું છે કે, 'ગઈકાલે આમ આદમી પાર્ટી ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી નથી.'અમદાવાદ આપની ઓફિસ ખાતે ગત રોજ આમ આદમી પાર્ટી નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, 'કેજરીવાલના અમદાવાદ પહોંચતા જ ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર દરોડા પાડ્યા.

Delete Edit

બે કલાક સુધી શોધખોળ હાથ ધરી. કોઈ મળ્યું નહીં. કહ્યું કે ફરી આવીશું.' આ રેડ મામલે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસ નું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.'જે બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 'ગુજરાતની જનતા તરફથી મળી રહેલા જંગી સમર્થનથી ભાજપ સંપૂર્ણ હચમચી ગયું છે.પણ આપના ટ્વિટ બાદ અમદાવાદ પોલીસે પણ ટ્વિટ કર્યું હતું અને જણાવ્યું કે આવી કોઈ રેડ કરવામાં આવી નથી આમ ચૂંટણી પહેલા આપ અને અમદાવાદ પોલીસ વચ્ચે ટ્વિટર યુદ્ધ જામ્યું છે


Tags:    

Similar News