વડોદરા જાંબુઆ બ્રિજ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, બાઇક ચાલક ઉપર ટ્રકના ટાયરો ફરિવળતા મોત

વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 8 પર આવેલા જાંબુઆ બ્રિજ પરથી બાઇક લઇને પસાર થતા યુવક પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

Update: 2022-07-19 15:38 GMT

વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 8 પર આવેલા જાંબુઆ બ્રિજ પરથી બાઇક લઇને પસાર થતા યુવક પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, આજરોજ સાંજના સમયે વડોદરાથી મુંબઇ તરફ જવાના રસ્તે જાંબુઆ બ્રિજ પરથી પસાર થતા બાઇક ચાલક યુવકનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટ્રકનું ટાયર તેના મોઢાના ભારે ફરી વળ્યું હતું.જેમાં બાઇક ચાલકે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો સમગ્ર ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ટ્રક ખીચોખીચ ભેંસો ભરીને જય રહ્યો હતો તે અંગે પણ પોલીસ તપાસ થશે અને બાદ જ સ્પષ્ટ થશે કે ભેંસોને કેમ અને ક્યાં લઇ જવામાં આવતી હતી.

Tags:    

Similar News