હવામાન વિભાગની આગાહી અન્વયે ખેડૂતોએ કાળજી લેવા રાજ્ય સરકારની તાકીદ...

Update: 2022-03-09 03:35 GMT

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી તા. ૧૦ માર્ચ, ૨૦૨૨ સુધી ગુજરાત રાજ્યના અમુક જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે.

કમોસમી વરસાદ પડવાની શક્યતાઓના પગલે હાલમાં બીટી કપાસમાં વીણી બાકી હોય તેમણે તાત્કાલિક ધોરણે કરી લેવી અને કપાસ સલામત જગ્યાએ રાખવો. ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલો પાક જેવા કે ચણા, ઘઉં, જીરૂ, ડુંગળી, શાકભાજી કે ખેત પેદાશ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો. ઘાસચારો વિગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી. વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત જણસીઓ ઢાંકીને લઈ જવી અને હવામાન ખાતાની આગાહી હોય તેવા સમયે ખેત જણસી વેચાણ શક્ય હોય તો ટાળવું. એ.પી.એમ.સી.માં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવું. પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઊડે નહીં તે જોવું. શક્ય હોય તો બાગાયતી પાકોમાં પણ કાળજી લેવી જેમ કે, શાકભાજી વગેરે તૈયાર હોય તો તુરત ઉતારી લેવું. ખેતી ઇનપુટ એટલે કે, બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં પલડે નહીં તે મુજબ રાખવો. ઉભા પાકમાં હાલ તુરંત નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું. જંતુનાશક દવાઓનો છંટકાવ હાલ પૂરતો ટાળવો. વાતાવરણ ચોખ્ખું થાય ત્યારબાદ ફુગજન્ય રોગ અને જીવાતના નિયંત્રણ માટે યોગ્ય પગલાં લેવા રાજ્ય સરકાર દ્વારા ભલામણ કરવામાં આવે છે.

Tags:    

Similar News