અમદાવાદ: ભાજપનો વિકાસ હવે રિવર્સ ગીયરમાં ચાલી નહીં ભાગી રહ્યો છે: અર્જુન મોઢવાડિયા

કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થતાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા

Update: 2021-11-10 10:49 GMT

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થતાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'ગુજરાતમાં ભાજપ સરકાર દાવા તો કુપોષણ દુર કરવાના કરે છે, પરંતુ કામ કુપોષણ વધારવાના કરી રહી છે. વર્ષ 2019માં રાજ્યના 1.96 લાખ બાળકો કુપોષિત હતા. જે ઘટવાની જગ્યાએ વધીને વર્ષ 2021માં કુપોષિત બાળકોની સંખ્યા 3.20 લાખ થઈ ગઈ છે.'

આ ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, બાળકોને કુપોષણ મુક્ત બનાવવા માટે કોંગ્રેસ સરકારે શરૂ કરેલ "મધ્યાહન ભોજન યોજના" છેલ્લા બે વર્ષ જેટલા સમયથી ઠપ છે. આંગણવાડી બાળકોને પોષણક્ષમ આહાર આપવાની યોજના પણ લગભગ ઠપ જેવા હાલમાં છે.

Tags:    

Similar News