અમદાવાદ ડ્રગ્સ રેકેટ મામલો, હવે આ કેસમાં FBIની એન્ટ્રી,જાણો સમગ્ર મામલો..!

અમદાવાદના ગ્રામ્ય પોલીસ દ્વારા નવેમ્બર 2021માં એક ડ્રગ કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને જેમાં અલગ-અલગ કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

Update: 2022-06-30 05:05 GMT

અમદાવાદના ગ્રામ્ય પોલીસ દ્વારા નવેમ્બર 2021માં એક ડ્રગ કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને જેમાં અલગ-અલગ કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 200 જેટલા ડ્રગના અલગ અલગ પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ ડ્રગમાં md, કોકેઇન, ચરસ અને ગાંજા સહિત અન્ય ડ્રગનું સમાવેશ હતો.

તપાસમાં સામે આવ્યું હતું કે, આ ડ્રગ અમેરિકાથી મોકલવામાં આવી રહેલ છે અને જે તપાસ બાદ ગ્રામ્ય પોલીસે તમામ રિપોર્ટ NCB દિલ્હી વચ્ચે રાખીને FBIને મોકલી આપ્યું છે. તપાસમાં સામે આવ્યું હતું કે 100 જેટલા ડ્રગ માફિયાઓ જે લોકો વિદેશમાં રહીને આ ડ્રગ સપ્લાય કરી રહ્યા હતા. અને જેની વિગતવાર માહિતી મોકલી દેવામાં આવી હતી. હવે FBI આ તમામ લોકોની તપાસ કરી રહી છે અને ત્યાર બાદ અનેક ખુલાસા સામે આવશે.

FBI એ આ બાબતે ગુજરાત ના ગૃહ વિભાગ સાથે પરામર્શ પણ કર્યો છે બોપલ વિસ્તારમાંથી પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી અને જેમાં તે લોકો એર કાર્ગો મારફતે વિદેશથી ડ્રગ મંગાવીને અમદાવાદમાં અનેક યુવાનો અને યુવતીઓને વેચતા હતા. જેને લઇ તેમની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે, આ લોકો સો્ટવેરના મદદ થી વિદેશ માં બેઠેલા ડ્રગ માફિયાઓ પાસેથી ડ્રગ મંગાવતા હતા અને તેનું પેમેન્ટ અલગ અલગ રીતે કરતા હતા. પોલીસ આરોપીના તમામ ઇ-મેલ અને અન્ય મોબાઇલ, લેપટોપ સહિત વસ્તુઓ કબ્જે કરી તપાસ કરી ત્યાર બાદ 100 જેટલા ડ્રગ માફિયાના નામ સામે આવ્યા હતા. હવે FBI એ લોકોની તપાસ કરશે કે તે તમામ લોકોના નામ અને સરનામું સાચું છે કે કેમ

Tags:    

Similar News