અમદાવાદ: જ્વેલર્સની સરકારના HUID કાયદાના વિરુદ્ધમાં આજે ટોકન હડતાળ

અમદાવાદ જ્વેલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું જેને લઈ આજે તમામ જ્વેલર્સની દુકાન બંધ રાખવામાં આવી હતી

Update: 2021-08-23 09:58 GMT

સમગ્ર દેશમાં જ્વેલર્સના વેપારીઓ દ્વારા એક દિવસની પ્રતીક હડતાળ કરવામાં આવી છે. જેનું સમર્થન ગુજરાત જ્વેલર્સ એસોસિએશન તેમજ અમદાવાદ જ્વેલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું જેને લઈ આજે તમામ જ્વેલર્સની દુકાન બંધ રાખવામાં આવી હતી.

સોના ચાંદીના વેપારીઓ દ્વારા ટાસ્કફોર્સ તેમજ સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી હોલમાર્કિંગ પ્રક્રિયા HUID નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશભરના જ્વેલર્સના વેપારીઓ દ્વારા એક દિવસ પ્રતિક હડતાળ કરી સરકારની આ નીતિ નો વિરોધ કરવામાં આવ્યો છે. જે વિરોધમાં ગુજરાતભરના સોના ચાંદીના વેપારીઓ દ્વારા દુકાનો તેમજ શો-રૂમ બંધ રાખી વિરોધ ને સમર્થન આપ્યું હતું.

HUID ની આ હોલમાર્કિંગ પ્રક્રિયથી અનેક વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે અને ગ્રાહકોને પણ નુકશાન થાય છે.સોના ચાંદીના વેપારીઓને આ કાયદા હેઠળ લાઈસન્સ રદ,દંડની જોગવાઈ છે જેથી વેપારીઓમાં પણ સરકાર સામે આક્રોશનો માહોલ જોવા મળી રહી રહ્યો છે ત્યારે હવે જોવું એ રહેશે કે સરકાર દ્વારા વેપારીઓની આ પ્રતીક હડતાલને કેટલી ગંભીરતાથો લેવામાં આવે છે.

Tags:    

Similar News