અમદાવાદ : ઓનલાઇન બુકિંગમાં એસટી નિગમ ફેલ,જાણો સમગ્ર મામલો..?

ગુજરાત એસટી નિગમ પ્રીમિયમ સહિત એક્સપ્રેસ બસોમાં ચાલુ કરી છે. જેમાં વોલ્વો જેવી બસો ચાલુ કરતા એસ્ટીમ સફર કરતા મુસાફરોને ઘણી રાહત મળી છૅ

Update: 2022-05-06 05:30 GMT

ગુજરાત એસટી નિગમ પ્રીમિયમ સહિત એક્સપ્રેસ બસોમાં ચાલુ કરી છે. જેમાં વોલ્વો જેવી બસો ચાલુ કરતા એસ્ટીમ સફર કરતા મુસાફરોને ઘણી રાહત મળી છૅ . તે મુસાફરો વધુને વધુ લોકો ઓનલાઈન બુકિંગ કરાવે તે માટે એસટી વિભાગે મુસાફરો માટે ઓફર રાખી હતી કે ઓનલાઇન બુકિંગ 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામા આવે છે. જેથી લોકો વધારે ને વધારે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરે. પરંતુ ઓનલાઈન બુકિંગના સોફ્ટવેર માં ખામીને કારણે પ્રીમિયમ સર્વિસની વોલ્વો તેમ જ એસી બસોમાં ઘણીવાર કેટલીક સીટ પર બબ્બે લોકોનું બુકિંગ થઈ જતાં પેસેન્જરો વચ્ચે વિવાદ થાય છે. આવી જ એક ઘટના રાજકોટ-અમદાવાદની વોલ્વો બસમાં થઈ હતી, જેમાં ત્રણ સીટ પર બે-બે જણાંના બુકિંગમાં વિવાદ થતાં પોલીસ બોલાવવી પડી હતી.

એસટીની પ્રીમિયમ સર્વિસ વોલ્વોની રાજકોટ-અમદાવાદ બસ માં ઓનલાઈન બુકિંગ માં સોફ્ટવેરના કારણે ખામી સર્જાઈ હતી. જેમાં સીટ નંબર 33, 39 અને 40 નંબર ની સીટ પર બે-બે જણાંને નામે એડવાન્સ બુકિંગ થયું હતું. બસ ઉપડવાનો સમય ત્રણેય સીટ પર બેસવા માટે પેસેન્જરો વચ્ચે ભારે વિવાદ થતા એસટી કર્મીઓએ તેમને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ પેસેન્જરો વચ્ચે વિવાદ વધતા છેવટે પોલીસ બોલાવી ત્રણેય સીટ પર બુકિંગ કરાવનાર 6 જણાંને બસ માંથી ઉતારી દીધા હતા. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે ગુજરાત એસટીની ઓનલાઇન બુકિંગ વધારવા મુસાફરોને પ્રેરિત કરે છે પરંતુ તેમના સોફ્ટવેરની ખામીના કારણે આખરે મુસાફરોને બસ છોડવી પડી હતી. ખરેખર આ જવાબદારી કોની હતી? આ મુસાફરોની ભૂલના કારણે આ ખામી સર્જાઈ હતી કે પછી એસટી નિગમની ?

Tags:    

Similar News