આવતીકાલે અમિત શાહનું મિશન સૌરાષ્ટ્ર,સોમનાથમાં મળશે બેઠક

2017 માં ભાજપને ફાળે 23 જ્યારે કોંગ્રેસના ફાળે 30 સીટ આવી હતી જ્યારે અન્યને ફાળે 1 સીટ આવી હતી.

Update: 2022-10-24 07:47 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સમય નથી રહ્યો. કારણ કે ચૂંટણી પંચ ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. એવામાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવા બેઠકો યોજી રહ્યા છે. ત્યારે આવતીકાલે સોમનાથના સાનિધ્યમાં ભાજપની ચૂંટણીલક્ષી બેઠકો યોજાવા જઇ રહી છે. જેમાં ભાજપનું ચૂંટણીલક્ષી મંથન ચાલશે.અમિત શાહ છેલ્લા ૨ દિવસથી ગુજરાતમાં છે અને અલગ અલગ ઝોનમાં બેઠકો કરી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આવતીકાલે સોમનાથ ખાતે મહત્વની બેઠક યોજાશે.CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.સોમનાથ કાજલી માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામ અને વિજયની રણનીતિ નક્કી કરશે. ગત ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં મોટું નુકસાન થયું હતું.ભાજપ આ વર્ષે 2017માં સૌરાષ્ટ્રમાં કરેલી ભૂલ નથી કરવા માંગતું. કારણ કે 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફાયદો થયો હતો.

ભાજપ કરતા કોંગ્રેસના ફાળે વધારે સીટો આવી હતી.2017 માં ભાજપને ફાળે 23 જ્યારે કોંગ્રેસના ફાળે 30 સીટ આવી હતી જ્યારે અન્યને ફાળે 1 સીટ આવી હતી. આથી ભાજપ આ વર્ષે ફરી એવી ભૂલ કરવા નથી ઇચ્છતું. ભાજપની રણનીતિ પર સૌ કોઈની નજર હોય છે જે બાબતે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પ્રાપ્ત માહિતી અનુસાર 25 જેટલા ચાલુ ધારાસભ્યોને ટિકિટ નહીં આપે અને જેનાથી તેમને લાભ પણ થશે કે કેમ તે સમય જ બતાવશે. એવું પણ માનવામાં આવી રહી છે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ વધારે અને તેમાં કેટલાક નવા ચહેરાઓને પણ મેદાનમાં ઉતારાશે.

Tags:    

Similar News