અમરેલી : વાવડી ગામે ખેતરમાં શ્રમિક મહિલા પર દીપડાનો હુમલો, ઇજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ...

ધારી તાલુકાના વાવડી ગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલ શ્રમિક મહિલા પર દીપડાએ હુમલો કરતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Update: 2024-02-27 09:59 GMT

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલ શ્રમિક મહિલા પર દીપડાએ હુમલો કરતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

અમરેલી જિલ્લામાં ફરી એકવાર ચાર પગનો આંતક સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ધારી તાલુકાના વાવડી ગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલા શ્રમિક ઉપર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. વાવડી ગામે રહેતા અને ખેત મજૂરીનું કામ કરી રહેલ મહિલા પર દીપડાએ હુમલો કરતાં ગંભીર રીતે ઘવાય હતી. મહિલાને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ, વાવડીના ગ્રામજનો દ્વારા વહેલી તકે દીપડાને પકડવામાં આવે તેવી વન વિભાગ સમક્ષ માંગ કરી છે, ત્યારે વન વિભાગ દ્વારા ખૂંખાર દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News