અમરેલી : પરિવારનું ગુજરાન ચલાવવાની મજબૂરીઓ વચ્ચે 65 વર્ષીય વૃદ્ધાની આંખોમાં દેખાઈ આવ્યો ખરો "મધર્સ ડે"

આજે “મધર્સ ડે” હોય ત્યારે ગુજરાતીમાં કહેવત છે કે, માં તે માં બાકી, બીજા બધા વગડાના વા...

Update: 2022-05-08 13:19 GMT

આજે "મધર્સ ડે" હોય ત્યારે ગુજરાતીમાં કહેવત છે કે, માં તે માં બાકી, બીજા બધા વગડાના વા...એક માં જ્યારે પતિ બીમાર હોયને દીકરો ગુજરી ગયો હોય ને દીકરાના દીકરા દીકરીઓના ભરણપોષણ માટે સોય દોરો લઈને ગૂંથણ કરીને પરિવારનું પેટીયું રળતી વયોવૃદ્ધા માતા જીવન જીવવાના કેટલા પરિશ્રમ કરતી હોય તેવી હૃદયસ્પર્શી વાત છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના કાગદડી ગામના જેઠીબેનની. જેઠીબેનની અત્યારે 65 વર્ષ ઉપરની આયુ થઈ છે, ને હાથમાં ભગવાનના નામની માળા જપવાની જગ્યાએ જેઠીબેન હાથમાં સોંય દોરો લઈને ઢીંગલીઓ બનાવવાનું કામ કરે છે.

જેઠીબેનના પતિ છેલા 10 વર્ષથી બીમાર અવસ્થામાં હોય, જ્યારે 2 દીકરાઓ બહાર રહે છે, જ્યારે જે દીકરા જોડે રહેતા જેઠીબેનના કરમની કઠણાઈ કે, દીકરાનું અવસાન થતાં આખા પરિવારની જવાબદારી જેઠીબેન પર આવી ગઈ છે. દીકરાના દીકરા-દીકરીઓ હજુ નાના હોય, જ્યારે પતિ બીમાર હોય, ત્યારે આ વયોવૃધ્ધ માતા દોરાથી બાળકો માટે ઢીંગલીઓ જેવા રમકડાઓ બનાવી પરિવારનું ગુજરાન ચલાવવાની મજબૂરીઓ વયોવૃધ્ધ માતાની આંખોમાં દેખાઈ આવે છે. આજે 8 મેં એ ઉજવાતા મધર્સ ડે પર જેઠીબેન જેવી માતાઓને વંદન કરવાનું મન થાય છે, માતૃત્વ દિવસ પર જેઠીબેન પોતાના પરિવારની જવાબદારી નિર્દોષ ભાવે નિભાવી રહ્યા છે

Tags:    

Similar News