અમરેલી : વરસાદની આગાહી વચ્ચે ખેત પેદાશોને સલામત સ્થળે ખસેડવાની ખેડૂતોને ફરજ પડી...

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતોમાં રવિ પાક સહિતના ખેતી પાકોમાં નુકશાન જવાની ભીતિ વચ્ચે ચિંતાની લાગણી ફેલાય છે

Update: 2023-03-06 08:19 GMT

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતોમાં રવિ પાક સહિતના ખેતી પાકોમાં નુકશાન જવાની ભીતિ વચ્ચે ચિંતાની લાગણી ફેલાય છે, ત્યારે વરસાદ પડવાની શક્યતાને લઈને ખેડૂતો પોતાની ખેત પેદાશો વાડી ખેતરોમાંથી ઉપાડીને સલામત જગ્યાએ ખસેડી રહ્યા છે.

Full View

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતાઓને લઈને અમરેલી અમરેલી જિલ્લાના ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. એક તરફ ઓછા પાણીના કારણે ખેતપેદાશો હજી પાકવાની થોડી વાર હોય, ત્યારે તૈયાર પાક થવાના આરે કોળિયો છીનવાઈ જવાની ખેડૂતોમાં દહેશત જોવા મળી રહી છે. અમરેલીના ગામડાઓમાં ખેડૂતો ઘઉં, ચણા, જીરું, ધાણા સહિતના પાકો મોંઘા ભાવના મજૂરો કરીને હજુ અઠવાડિયાની પાક ઉતરવાની રાહ હોવા છતાં નાછૂટકે હાલમાં આ પાક ખેડૂતો વરસાદની આગાહીને લઈને ઉતારી રહ્યા છે.

તો બીજી તરફ, 7 વીઘામાં ધાણા વાવેલા ખેડૂત વરસાદની આગાહીને લઈને ચિંતામાં મુકાયો છે. જો વરસાદ આવે તો કઇપણ હાથમાં અવે એમ નથી, ત્યારે મોંઘા ભાવના મજૂરો કરીને નાછૂટકે ખેતીપાક ઉપાડી લેવાની ફરજ ઊભી થઈ છે. ખેડૂતને કાચા ઘઉં કાઢવાની મજબૂરી સતાવી રહી છે. તો બીજી તરફ, ઘૂઘરી જેવા ઘઉં વરસાદની બીકે ખેડૂતો કાઢી રહ્યા છે, ત્યારે આવી જ સ્થિતિ અન્ય પાક પકવતા ખેડૂતોની પણ થઈ છે. જોકે, વરસાદની આગાહીના પગલે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

Tags:    

Similar News