અમરેલી : જુઓ, જીવના જોખમે ધાતરવડી નદીના પુલ પરથી કેવી રીતે પસાર થઈ રહ્યા છે લોકો..!

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક આવેલ ધાતરવડી નદીનો પુલ ભયાનક પરિસ્થિતિમાં આવી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

Update: 2022-02-21 09:15 GMT

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક આવેલ ધાતરવડી નદીનો પુલ ભયાનક પરિસ્થિતિમાં આવી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ પુલ પરથી પસાર થતાં લોકો જાણે મોતના મુખમાંથી પસાર થતાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

રાજુલા તાલુકાના રામપરા ગામથી કોવાયા ગામ તરફ જવાના માર્ગ પર આવેલ ધાતરવડી નદીનો પુલ અતિ બીસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકો મોતના મુખમાંથી પસાર થતાં હોય તેવા દ્રશ્યો ધાતરવડી નદીના પુલ પર જોવા મળે છે. આ પુલ પરથી પાણી સતત વહેતું રહેતા પુલમાં ખાડાઓ પડી ગયા છે. આ વહેતા પાણીમાંથી લોકો પોતાનું વાહન જીવના જોખમે પસાર કરે છે. પુલમાં તિરાડો પડી જવાથી ગમે ત્યારે પુલ ધરાશાયી થવાનો લોકોને ડર છે. છેલ્લા ઘણા સમયથી આ પુલ બિસ્માર હાલતમાં છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું સમારકામ કામ હાથ નહીં ધરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે હવે આ બિસ્માર પુલનું વહેલી તકે સમારકામ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Tags:    

Similar News