અમરેલી: OMG સાવરકુંડલામાં યુવાનને એક જ બાજુ બે કિડની, તબીબો પણ થયા માથુ ખંજવાળતા

એક તરફ મેડિકલ સાયન્સે હરણફાળ ભરી છે પણ મેડિકલ સાયન્સને માથું ખંજવાળવું પડે તેવો કિસ્સો સાવરકુંડલામાં સામે આવ્યો છે

Update: 2022-08-30 10:12 GMT

એક તરફ મેડિકલ સાયન્સે હરણફાળ ભરી છે પણ મેડિકલ સાયન્સને માથું ખંજવાળવું પડે તેવો કિસ્સો સાવરકુંડલામાં સામે આવ્યો છે શુ છે આ મેડિકલ સાયન્સ માટે પડકાર રૂપ કિસ્સો જોઈએ આ રિપોર્ટમાં.

આ છે સાવરકુંડલાનો અમિત નામનો યુવાન..આ યુવાનને ડાબી ને જમણી નહિ પણ બન્ને કિડનીઓ જમણી તરફ હોવાનું તેમના રિપોર્ટમાં સામે આવ્યું છે જે તબીબ વિજ્ઞાન એટલે કે મેડિકલ સાયન્સ માટે અજીબો ગરીબ કિસ્સો છે અહીં સામાન્ય બીમારીને કારણે સાવરકુંડલાનો એક યુવાન ડો પ્રવીણ પટેલ પાસે સારવાર માટે ગયો હતો જેથી તેમને ડો. પટેલ દ્વારા સોનોગ્રાફી અને રીપોર્ટ કરવા મોકલવામાં આવ્યો જ્યારે એક કલાક બાદ રીપોર્ટ આવ્યો તો પહેલા ડોકટર પણ અચંબિત બની ગયાને યુવક સાથે પરિજનો પણ ચોકી ઉઠ્યા હતા આ અમિત મુખર્જી નામના યુવાનને જન્મ જાત બને કિડની એક તરફ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું સામાન્ય રીતે મનુષ્ય માત્રમાં ડાબે અને જમણે એમ કિડની હોય છે ત્યારે આ યુવાનને જમણી તરફ જ બને કિડની હોવાથી અને આ યુવાન એક દમ સ્વસ્થ હોવાથી હાલ તબીબી જગતમાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મનુષ્યને એક સાઈડમાં બે કિડની નો કિસ્સો સામે આવતા મેડિકલ સાયન્સમાં આને રનાલ એકટોપીયા તરીકે ઓળખવામાં આવે છે જે હજારો માં એક વ્યકતિને હોય શકે છે

Tags:    

Similar News