ભરૂચ : જય અંબે વિદ્યાલય ખાતે 17મીના રોજ પત્રકારો માટે પ્રાથમિક ચિકિત્સા અંગે તાલીમ શિબિર યોજાશે

Update: 2021-06-15 12:52 GMT

ભારત વિકાસ પરિષદની ભરૂચ શાખા, અંકલેશ્વરના પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે તારીખ 17મી જુનના રોજ પ્રાથમિક ચિકિત્સા અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

સાંપ્રત સમયમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે ત્યારે આરોગ્યલક્ષી સુવિધાઓ પર વિશેષ ભાર મુકવામાં આવી રહયો છે. કોરોના કાળમાં લોકોને પ્રાથમિક ચિકિત્સા અંગે તાલીમ આપવાના હેતુસર ભારત વિકાસ પરિષદની ભરૂચ શાખા, અંકલેશ્વરના પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે તારીખ 17મી જુનના રોજ એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલીમ શિબિરનું સ્થળ ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે વિદ્યાલય ખાતે રાખવામાં આવ્યું છે. જ્યારે કોઈ પણ ઘટના બને છે ત્યારે સ્થળ પર સૌથી પહેલા પોલીસ અને પત્રકારો પહોંચે છે ત્યારે પ્રથમ તબક્કામાં પત્રકારો માટે આ વિશેષ તાલીમ શિબિર યોજાશે ત્યાર બાદ આગામી સમયમાં પોલીસકર્મીઓ માટે પણ આ પ્રકારની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. કોરોનાની ગાઈડ લાઇન પ્રમાણે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં શિબિરના અંતે હાજર પત્રકાર મિત્રોને ઇમ્યુનિટી બુસ્ટર કીટ આપવામાં આવશે તેમજ શિબિરના સ્થળે બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી શિબિરનો પ્રારંભ કરવામાં આવશે.

Tags:    

Similar News