કચ્છ : આંતરિક હુસાતુંસી અને કાર્યદક્ષતાના અભાવે ભુજમાં સીટી બસ સેવા બંધ, શહેરીજનો હાલાકી

Update: 2021-09-07 12:52 GMT

કચ્છ જિલ્લાના ભુજમાં વર્ષોથી સીટી બસ સેવા બંધ પડી છે. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આંતરિક હુસાતુંસી અને કાર્યદક્ષતાના અભાવે શહેરીજનો સીટી બસથી વંચિત થઈ ગયા છે.

ભુજ શહેરમાં નગરપાલિકા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સેવાનું સંચાલન કરી શકવા પણ સક્ષમ નથી કોન્ટ્રાક્ટરે ઠેકો મૂકી દેતા છેલ્લા લાંબા સમયથી સીટી બસ સેવા ભુજમાં બંધ છે. જેને લઈને વડીલો, સ્કૂલના છાત્રોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. અગાઉ નવદુર્ગા પરિવહન સાથે કોન્ટ્રાકટ પૂરો થયા બાદ નવા મિતરાજ લોજીસ્ટિકને સંચાલન અપાયું હતું. જોકે, ખોટ જતા તેઓએ પણ સેવા મૂકી દીધી હતી.

ભુજમાં રિલોકેશન સાઇટ, સેવન સ્કાય, માધાપર અને પ્રમુખ સ્વામી સુધી મોટાભાગના વિસ્તારોમાં સીટી બસ સેવા કાર્યરત હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભુજ શહેરમાં સીટી બસ સેવા બંધ જોવા મળે છે. ત્યારે આગામી દીવસોમાં નગરપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય લઈને ફરી ભુજ શહેરમાં સીટી બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવશે તેવું નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું. જોકે, નગરપાલિકા દ્વારા ફરી એકવાર ભુજની જનતાને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, દીવાળી આજુબાજુ ભુજ શહેરમાં સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે, પણ હવે વચન પૂર્તિ થાય છે કે, નહીં તે જોવાનું રહેશે.

Tags:    

Similar News