બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડ મામલો, ચાર ડાયરેક્ટરોને આગોતરા જામીન આપવા હાઇકોર્ટનો ઇનકાર

લઠ્ઠાકાંડમાં એમોસ કંપની આરોપી ડિરેક્ટર સમીર નલીનભાઇ પટેલ સહિતના ચારેય ડાયરેક્ટરોને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે ઇનકાર કરી દીધો છે

Update: 2022-08-04 09:29 GMT

રાજ્યમાં ખળભળાટ મચાવનારા કેમિકલ લઠ્ઠાકાંડમાં એમોસ કંપની આરોપી ડિરેક્ટર સમીર નલીનભાઇ પટેલ સહિતના ચારેય ડાયરેક્ટરોને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે ઇનકાર કરી દીધો છે આગોતરા જામીન અરજી હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ.કેરિયર્લે ફગાવી દેવાનું વલણ અપનાવતાં તમામ આરોપીઓને પોતાની આગોતરા જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.

ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને સેશન્સ કોર્ટમાં અરજી કરવાની મંજૂરી આપી હતી અને સેશન્સ કોર્ટે આરોપીને આગોતરા જામીન અરજી પર સાત દિવસમાં નિર્ણય આપવા તાકીદ કરી હતી. ચકચારભર્યા લઠ્ઠાકાંડ કેસમાં ૫૦થી વધુ નિર્દોષ લોકોના મોતને લઇ ધંધુકા-બરવાળા પોલીસ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે અને આ પ્રકરણમાં એમોસ કંપનીના ડિરેક્ટર સમીર પટેલ સહિતના ચારેય ડાયરેક્ટરોને સમન્સ જારી કરવા છતાં તેઓ પોલીસ સમક્ષ હાજર થતા નથી. બીજી બાજુ, આરોપી સમીર પટેલ, ચંદુભાઈ પટેલ, પંકજ પટેલ અને રજીત ચોકસીએ સીધી જ હાઈ કોર્ટમાં આગોતરા જામીન અરજી ફાઇલ કરી હતી. જેને લઇ જસ્ટિસ નિખિલ કેરિયલ આરોપીઓના વર્તન પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, તમારી પાસે એવા કયા અસાધારણ સંજોગો છે કે તમે આગોતરા જામીન મેળવવા સીધા હાઇકોર્ટમાં આવ્યા..? કે જ્યારે તમારે પહેલાં સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવી પડે.તેથી આરોપીઓએ બચાવ કર્યો હતો કે, આ કેસમાં અમારી પર મીડિયા રિપોર્ટ અને પોલીસનું એટલું બધું દબાણ છે કે, અમને નીચલી કોર્ટમાંથી ન્યાય મળવા અંગે શંકા છે અને તેથી અમે હાઇકોર્ટમાં આવ્યા છીએ.

Tags:    

Similar News