Covid-19 : રાજ્યમાં આજે 162 નવા પોઝિટિવ કેસ નોધાયા, 2 દર્દીના થયા મોત

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 162 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1647 પર પહોંચી ગયો

Update: 2022-03-01 16:46 GMT

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 162 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1647 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 16 લોકો વેન્ટીલેટર પર છે. 1631 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1210211 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,932 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 64, વડોદરા કોર્પોરેશનમાં 14, બનાસકાંઠા 12, કચ્છ 11, આણંદ 9, વડોદરા 9, રાજકોટ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશન 6, સુરત 5, ગાંધીનગર કોર્પોરેશન 3, ખેડા 3, મહેસાણા 3, વલસાડ 3, મોરબી 2, પાટણ 2 અને તાપીમાં 2 કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે 333 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.97 ટકાએ પહોંચ્યો છે. આજે 31552 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 કોરોના દર્દીનું મોત થયું હતું.

Tags:    

Similar News