ડાકોર: કાર્તિકી પૂર્ણિમાએ કાળિયા ઠાકોરને કરાયો વિશેષ શણગાર,ભકતોનું ઘોડાપૂર ઉમટ્યુ

યાત્રાધામ ડાકોરમાં આજે દેવ દિવાળી ના પવિત્ર દિવસે ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું. ડાકોરના ઠાકોરને ડાકોર આવ્યા 866 વર્ષ પૂર્ણ થયા છે.

Update: 2021-11-19 11:44 GMT

યાત્રાધામ ડાકોરમાં આજે દેવ દિવાળી ના પવિત્ર દિવસે ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું. ડાકોરના ઠાકોરને ડાકોર આવ્યા 866 વર્ષ પૂર્ણ થયા છે. આજના દિવસે દ્વારકાધીશ દ્વારકા છોડી ભક્ત બોડાણા સાથે ડાકોર આવ્યા હતા.867માં વર્ષમાં પ્રવેશ સમયે ડાકોરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે ભગવાનને વિશેષ સ્નાન કરાવી કંકુ તિલક કરવામાં આવ્યું હતું. આજના દિવસે ભગવાનને વિશેષ આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો હતો. સવા લાખનો મુંગટ પણ ભગવાન રણછોડજી ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો આજે દર્શન કરવા માટે ડાકોર પહોંચ્યા. તો દેવભૂમિ દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો મંદિરને વિશેષ રોશની સાથે ચોખ્ખા ઘી ના દિવાઓથી મંદિરને દીપવવામાં આવશે. આજે દૂર દૂરથી ચાલતા આવેલ પદયાત્રીઓ અને સંઘો ડાકોર આગમન કરી ભક્તોએ લાખોની સંખ્યામાં ડાકોરના ઠાકોરના દર્શન કર્યા હતા. આ પ્રસંગે ડાકોર જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા હતા.તુલસીવિવાહના બીજા દિવસે દ્વારકાધીશને રાજકોટના કારીગરો દ્વારા બનાવેલા 3 હજાર અમેરિકન ડાયમંડ જડિત વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હતો. પ્રથમ વખત રાજકોટમાં દ્વારકાધીશના વસ્ત્રો તૈયાર કરાયા છે. અમેરિકન ડાયમંડના વસ્ત્રો 4 મહિનામાં તૈયાર થયા 866 વર્ષ પહેલા સંવત 1212 કારતક પૂનમ(દેવ-દિવાળી)ના દિવસે ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન દ્વારકાધીશ ગાડામાં બેસીને ડાકોર આવ્યા હતા. ત્યારથી ડાકોરમાં દેવદિવાળી ધામધૂમથી ઉજવાય છે

Tags:    

Similar News