ડાંગ : બાળ મજૂરી નાબૂદી અંગે આહવાની તાલુકા શાળામાં શિબિર યોજાય...

તા. ૫મી સપ્ટેમ્બરને શિક્ષક દિન નિમિત્તે ડાંગ જિલ્લાના આહવા સ્થિત તાલુકા શાળા ખાતે બાળ મજુરી નાબુદી અંગે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Update: 2022-09-06 08:41 GMT

તા. ૫મી સપ્ટેમ્બરને શિક્ષક દિન નિમિત્તે ડાંગ જિલ્લાના આહવા સ્થિત તાલુકા શાળા ખાતે બાળ મજુરી નાબુદી અંગે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ શિબિરમા શાળાના બાળકોને કાયદાના નિષ્ણાંત ધારાશાસ્ત્રીઓ દ્વારાબાળ મજુરી નાબુદી અંગેની કાયદાકીય જાણકારી આપવામા આવી હતી.

સમગ્ર શિબિર દરમિયાન તાલુકા લીગલ સર્વિસ કમીટીના સભ્ય અશ્વિન વેરીયા દ્વારા બાળ નાબુદી કાર્યક્રમ અંગેની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, ભારતીય બંધારણના અનુચ્છેદ 14, 15 અને 21 ની જોગવાઇઓ મુજબ, ભારતમા વસવાટ કરતા બાળકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. અનુચ્છેદ 15 મુજબ બાળકોના સંવર્ધન, ઉદ્ધાર, રક્ષણ, અને ભરણ પોષણ માટે અલગ કાયદાઓ ઘડતા રાજ્યોને રોકી શકાય નહી. સંયુક્ત રાષ્ટ્રના બાળ અધિકારો અંગેના સમજુતી પત્રમાં માનસિક અપરિપક્વતા ધરાવનાર બાળકોને ધ્યાને લઇ, તેમના કાનુની રક્ષણ માટે ભારપુર્વક ઠરાવો કરવામા આવ્યા છે. 12મી જુનને વિશ્વ બાળ મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવામા આવે છે. અનુચ્છેદ 21 મુજબ બાળકોને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત પુરૂ પાડવાની જોગવાઈ કરવામા આવી છે. બાળકને કોઇ વ્યક્તી કામે રાખે તો તેને પ્રથમ ગુના માટે એક વર્ષ સુધીની કેદની સજા, અથવા વીસ હજાર રૂપિયાના દંડની જોગવાઇ છે. એમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતું.

Tags:    

Similar News