ડાંગ : સ્વચ્છતાનો સંદેશો ગુંજતો રાખવા આહવા ખાતે "ક્લીન ઈન્ડિયા મેરેથોન" યોજાય

Update: 2021-10-11 10:31 GMT

તારીખ ૧ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી આયોજિત "ક્લીન ઈન્ડિયા" પ્રોગ્રામ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા ખાતે "ક્લીન ઈન્ડિયા મેરેથોન"નું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા માહે ઓક્ટોબર ૨૦૨૧ના સમગ્ર માસ દરમિયાન ડે-ટુ-ડેના કાર્યક્રમોનું આયોજન કરીને, ક્લીન ઈન્ડિયાનો સંદેશ ગુંજતો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તારીખ ૧૧મી ઓકટોબરે આહવા ખાતે વહેલી સવારે યોજાયેલી "ક્લીન ઈન્ડિયા મેરેથોન"ને કાર્યક્રમના નોડલ ઓફિસર એવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી સહિતના અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.

"ક્લીન ઈન્ડિયા મેરેથોન" આહવાના ગાંધી ઉધાન ખાતેથી નીકળેલી આ મેરેથોન, સનસેટ પોઈન્ટ ખાતે સમાપ્ત થઈ હતી. તે પૂર્વે ગાંધી ઉધાન ખાતે "સ્વચ્છતા સંકલ્પ"ની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. આ અવસરે નહેરુ યુવા કેન્દ્રના સંયોજક અનુપ ઇંગોલે, પરિક્ષેત્ર વન અધિકારી રાહુલ પટેલ, જિલ્લા રમતગમત કચેરીના પ્રતિનિધિ રાહુલ તડવી, વન અને પોલીસ વિભાગોના જવાનો, શાળા/મહાશાળાઓના વિધ્યાર્થીઓ, અધ્યાપકો, ૧૦૮ના કર્મચારીઓ, NYKના સ્વયંસેવકો વિગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમમા ભાગ લીધો હતો.

Tags:    

Similar News