ડાંગ : આંબેડકર ભવન-આહવા ખાતે બેન્ક દ્વારા કસ્ટમર આઉટરીચ કાર્યક્રમ યોજાયો...

બેંકિંગ ઉદ્યોગના ડિજિટલાઇઝેશનની ઉજવણીના ભાગરૂપે ડાંગની લીડ બેન્ક દ્વારા આહવાના ડો. આંબેડકર ભવન ખાતે કસ્ટમર આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો.

Update: 2022-06-08 09:22 GMT

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ઉજવણી નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત, ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા આયોજિત, બેંકિંગ ઉદ્યોગના ડિજિટલાઇઝેશનની ઉજવણીના ભાગરૂપે ડાંગની લીડ બેન્ક દ્વારા આહવાના ડો. આંબેડકર ભવન ખાતે કસ્ટમર આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક વિભાગો દ્વારા જુદી જુદી ઉજવણી કરવામાં આવે છે. જેમા ભારતનું અર્થતંત્ર ધબકતુ રાખનાર બેંકિંગ સેકટરનો અમૂલ્ય ફાળો રહ્યો છે. છેવાડાના માનવી સુધી બેન્ક નો લાભ મળી રહે તે માટે બેન્ક દ્વારા તમામ પ્રયત્નો કરવામા આવ્યા છે. બેંકિંગ એટલે કે બચત, 2014મા ભારતના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ પોતાની દિર્ધદર્ષ્ટીથી પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી, જે અંતર્ગત દરેક ઘરમા એક વ્યક્તિનુ બેન્કમા ખાતુ ખોલવામાં આવ્યું. હાલ દરેક વ્યક્તિઓના બેન્કમાં ખાતા જોવા મળે છે. છેવાડાના માનવીને સરકારી યોજનાઓ લાભ મળે તે માટે બેન્કના સહયોગથી જુદી જુદી યોજનાઓ અમલી બનાવી છે. જેમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, અટલ પેંન્શન યોજના લાગુ કરી છે.

Tags:    

Similar News