ડાંગ : મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી, મતદાર જાગૃતિ અભિયાન સંદર્ભે વહીવટી તંત્ર સજ્જ

આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર ડાંગ જિલ્લામાં મતદાર જાગૃતિના અભિયાન સંદર્ભે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Update: 2021-12-08 08:53 GMT

આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર ડાંગ જિલ્લામાં મતદાર જાગૃતિના અભિયાન સંદર્ભે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં તા. ૧૯/૧૨/૨૦૨૧ને રવિવારના રોજ ૪૧ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમા તમામ મતદારો ૧૦૦% મતદાન કરે એવા પ્રયાસો સિદ્ધ કરવાના હેતુથી જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી-અને-જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મતદાર જાગૃતિ સંદર્ભે, ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, કોલેજો તથા આઇ.ટી.આઇ. કક્ષાએ રંગોળી, રેલીઓ, ચિત્ર સ્પર્ધા, નાટકો, સહિ ઝુંબેશ જેવા શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

"સુરક્ષિત મતદાર, સુદ્રઢ લોકતંત્ર, કોઇ પણ મતદાર રહી ન જાય" એ વાક્યને ચરિતાર્થ કરવાના હેતુથી તાજેતરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇ ખાતે ELC કલબ ધરાવતી શાળાઓના આચાર્ય સાથે ચૂંટણી વિષયક વિવિધ કાર્યક્રમોના આયોજન માટેનું વ્યવસ્થા તંત્ર ઘડી કાઢવામાં આવ્યું હતું. જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી એમ.સી.ભુસારા દ્વારા ડાંગ જિલ્લાના તમામ મતદારોને મતદાન કરવા માટે મતદાન કરવું એ આપણી સામાજિક જવાબદારી છે. જેથી કોઇ પણ મતદાર રહી ન જાય તે માટે અપીલ કરવા સાથે WhatsApp, Telegram તથા You tube, Facebook અને Twitter જેવા વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા, મતદારોને મતદાન કરવા માટે અનુરોધ કરાય રહ્યો છે.

Tags:    

Similar News