ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવા નિર્ણય, સરકારી કચેરીઓ સહિત સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત કરાયું

રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગે એક ઠરાવ કર્યો છે.

Update: 2022-02-19 10:14 GMT

રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગે એક ઠરાવ કર્યો છે. જેમાં રાજ્યની જાહેર જગ્યાઓ પર ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત કરવાનું રહેશે.રાજય સરકારના આ ઠરાવનું સૌ પ્રથમ અમલીકરણ રાજ્યની 8 મહાનગર પાલિકાની કચેરીએ થશે.ત્યાર બાદ ધીમે ધીમે સરકારની તમામ કચેરીઓ તમામ બોર્ડ અને નિગમોમાં, હોટલ, સ્કુલ, મોટા મોલમાં પણ અમલ કરવામાં આવશે. તેમજ જાહેરમાં લગાવાતા બોર્ડમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.

સરકારના તમામ વિભાગોમાં, તમામ બોર્ડ અને નિગમમાં, ખાનગી અને સરકારી કંપનીઓમાં, હોટલ, સ્કુલ, મોલ, હોસ્પિટલ, બેંક, વાંચનાલય, બાગ-બગીચા, હોટેલ, રેસ્ટોરન્ટ-કેફે, બેન્કવેટ હોલ, સિનેમાગૃહ, નાટ્યગૃહ, સુપર માર્કેટમાં પણ ગુજરાતી ભાષા માં લખાણ લખવું જરૂરી થશે આમ ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે

Tags:    

Similar News