રાજયમાં તા.1લી ફેબ્રુઆરીથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માંગ,વાંચો સરકાર શું કરી રહી છે વિચારણા

રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી રજૂઆત કરી શાળામાં ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણ પુનઃ શરૂ કરવાની માંગ કરી હતી.

Update: 2022-01-25 05:20 GMT

રાજ્યમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો થતાં રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી રજૂઆત કરી શાળામાં ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણ પુનઃ શરૂ કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની ત્રીજી લહેરની અસરો દેખતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી અગામી 31મી જાન્યુઆરી સુધી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવાનો આદેશ કર્યો હતો. આમ હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ આંશિક રૂપે ઘટતા શાળા સંચાલકો દ્વારા સરકાર સમક્ષ ઓફલાઈન શિક્ષણ પુનઃ શરૂ કરવામાં માંગ કરવામાં આવી હતી. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં અગામી 31મી જાન્યુઆરી બાદ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ નહીં કરવામાં આવે છે. તેમજ સ્કૂલ શરૂ કરવા બાબતે અંગેનો નિર્ણય મુખ્યમંત્રી લેશે. તેમજ સંક્રમણ ઘટશે તો જ અગામી 6થી 9 ધોરણનું ઓફલાઈનશિક્ષણ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધતાં કોરોના કહેરના પગલે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો

Tags:    

Similar News