દેવભૂમિ દ્વારકા: લમ્પી વાયરસને લઇ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામા આજ રોજ રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલએ રામનાથ વિસ્તારમા આવેલા પાંજરાપોળમા મુલાકાત લઇ જિલ્લા કલેકટર કચેરી ખાતે લંપી વાયરસ અંગેની અધિકારી ઓ સાથે બેઠક કરી અને લંપી વાયરસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી અને જરૂરિ માર્ગદર્શન આપ્યું અને લંપી વાયરસને કંટ્રોલ કરવા માટે વધુ ટીમની જરૂરિયાત છે. તે વધુ ટિમો પણ ફાળવવામા આવશે.

Update: 2022-07-30 17:04 GMT

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજ રોજ રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલએ લંપી વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજવામાં આવી હતી. લંપી વાયરસ પશુઓમા ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને તેને લઇને સરકારી કટિબદ્ધ છે. ત્યારે આજ રોજ દ્વારકા જિલ્લાના ખંભાળિના રામનાથ વિસ્તારમા આવેલા પાંજરાપોળમા પણ મુલાકાત લઇ સ્થિતિનો તાગ મંત્રી રાઘવજી ભાઈ પટેલે લીધો હતો. અને જિલ્લા કલેકટર કચેતી ખાતે અધિકારી સાથે બેઠક યોજી હતી. જેમાં દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુ ટિમોની માંગ કરવામાં આવી છે. તેને પણ રાજ્ય સરકારી દ્વારા ટૂંક સમયમા મંજુર કરવામાં આવશે અને લંપી વાયરસને કાબુમાં લેવા માટે તમામ પ્રયત્નો જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાથે જ દ્વારકા જિલ્લામાં લંપી વાયરસને કારણે 59 ગામોમા અસર જોવા મળી છે. જેમાં 50 જેટલાં મોત ઓખામંડળ ખાતે પશુઓના મોત સૌથી વધુ થયા છે. જેમાં 24 હજારથી વધુ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. સરકારી દ્વારા રસીકરણ માટે પૂરતી વેક્સીન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં 14 જેટલી ટીમ કાર્યરત છે જ્યારે વધારાની ટીમની જરૂરિયાતની માંગણી કરવામાં આવી તે માંગણી સરકારી દ્વારા તાત્કાલિક માંગ પુરી કરવામાં આવશે સાથે જ અગાઉ પણ જામનગર અને દ્વારકા જિલ્લામાં મિટિંગ કરવામાં આવી જે મિટિંગમા થયેલ ચર્ચામા લીધેલા પગલાંને કારણે હાલ આ વિસ્તારમા લંપી વાયરસને કાબુમાં લેવા માટેના પગલાં લેવાયા છે તેને કારણે હવે થોડા દિવસોમાં આ લંપી વાયરસ ને સંપૂર્ણ પણે કાબુમાં લેવામાં આવે તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે..

Tags:    

Similar News