દ્રારકા : ન કાર, ન ટ્રેન પણ ટકરાયાં બે જહાજ, વાંચો મધ દરિયે શું બની ઘટના

MV એવિએટર તથા MV એટલાન્ટિક નામની બંને દરિયાઇ જહાજ વચ્ચે અકસ્માત થયો હતો. જહાજમાં 43 જેટલા ક્રુ મેમ્બર્સને રેસ્ક્યૂ કરાયા

Update: 2021-11-27 09:24 GMT

તમે બે વાહનો, બે ટ્રેન અને બે વિમાનો વચ્ચે ટકકર વિશે સાંભળ્યું હશે પણ હવે ઓખા નજીક દરિયામાં બે જહાજો એકબીજા સાથે ટકરાયાં છે. આધુનિક સાધનોથી સજજ હોવા છતાં બંને જહાજો વચ્ચેની ટકકરથી લોકો અચંબામાં મુકાય ગયાં છે.

ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે કાર્ગો જહાજ ટકરાવાની ઘટના બની હતી. MV એવિએટર તથા MV એટલાન્ટિક નામની બંને દરિયાઇ જહાજ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બંને જહાજમાં રહેલા 43 જેટલા ક્રુ મેમ્બર્સને રેસ્ક્યૂ કરાયા હતા. તારીખ 26 નવેમ્બરના રોજ 21.30 કલાક આસપાસ આ ટક્કર થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ભારતીય કોસ્ટ ગાર્ડને માહિતી મળતા અકસ્માત થયેલ જગ્યાએ દરિયાઈ પ્રદૂષણ અંગે મૂલ્યાંકન શરૂ કર્યુ હતું. હાલ દરિયામાં કોઈ તેલ પ્રસરણ કે દરિયાઈ પ્રદૂષણ થતા કોસ્ટગાર્ડ શિપ તથા હેલિકોપ્ટર દ્વારા સફાઈ હાથ ધરાઇ છે.

આ ઘટના કયા કારણોસર થઈ છે તે જાણી શકાયું નથી. જોરદાર ટકકરના કારણે બંને જહાજમાં નુકશાની પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. આ ઘટનાના પગલે બંને જહાજ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ માંગવામાં આવી હતી. જેને પગલે ભારતીય કોસ્ટગાર્ડની બે શીપ C 411તથા C 403 તથા કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર ઘટના સ્થળે પહોંચી 43 ક્રુ મેમ્બરને બચાવી લેવાયાં છે. 

Tags:    

Similar News