આજથી 22 જુલાઇ સુધી યાત્રાધામ પાવાગઢમાં રોપ વે બંધ, રવિવારે 1 લાખ માઇભક્તો ઉમટ્યાં

Update: 2022-07-18 04:27 GMT

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે મહાકાળી માતાજીના ધામમાં એક લાખ ઉપરાંત માઇભકતો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરથી લઇ ડુંગર સુધી માતાજીના મંદિર સુધી માનવ મહેરામણ ઊભરાયેલું જોવા મળ્યું હતું.

હાલ માચી થી ડુંગર સુધી યાત્રાળુઓ ને લઇ જતી રોપવે સેવા વાર્ષિક મેન્ટેન્સ ને લઈ આવતી કાલ 18 થી 22 જુલાઈ સુધી રોપવે સેબ બંધ રહેશે એને લઇ આજે રવિવારે મોટી સંખ્યા માં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા વહેલી સવાર થીજ યાત્રાળુઓ નો ઘસારો શરૂ થયો હતો. ડુંગર પર ખુશનુમા વાતાવરણ વચ્ચે વરસાદ માં યાત્રાળુઓ એ મઝા માણી હતી. માચી થી નીચે ઉતરતા મોટા ઢાળ પાસે બનાવામાં આવેલ પાર્કિંગ જગ્યા ને યાત્રાળુઓ એજ સેલ્ફી પોઇન્ટ નામ ની ઓળખ આપી છે. અહીં મોટી સંખ્યા માં લોકો સેલ્ફી લઇ નજીક થી પ્રસાર થતા વાદળો નો અનેરો લ્હાવો લેછે .

Tags:    

Similar News