મહેસાણા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ફોર્ચ્યુનર ગાડી ટ્રેલરને અડી જતા પલટી ખાઈ જતાં કારચાલકનું મોત....

કડી તાલુકાના નંદાસણ મહેસાણા હાઇવે ઉપર અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જાતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.

Update: 2023-08-22 11:48 GMT

કડી તાલુકાના નંદાસણ મહેસાણા હાઇવે ઉપર અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જાતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરી એકવાર મોંઘીદાટ ફોર્ચ્યુનર ગાડી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. જ્યાં મહેસાણા તરફથી આવી રહેલું ટ્રેલર ગણેશપુરા પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે પહોંચતા પાછળથી આવી રહેલી ફોર્ચ્યુનર ગાડી અડી જતા ગાડી ફંગોળાઈ ગઈ હતી અને ઝાડને અથડાઈ ખેતરોમાં પડી હતી. જ્યાં ગાડીનો અકસ્માત થતા કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ નંદાસણ પોલીસને કરાતા ઘટનાસ્થળે દોડી આવી હતી. ગાડીમાં સવાર અર્પણ પટેલ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ ગાડીમાં બેઠેલા ચિંતનભાઈ પટેલને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અકસ્માત સર્જાતા હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાને લઇ નંદાસણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News