ગાંધીનગર:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિપાવલી પર્વ અને નૂતન વર્ષની ગુજરાતના નાગરિકોને શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિપાવલીની શુભકામનાઓ પાઠવી

Update: 2021-11-04 06:47 GMT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ દિપાવલી શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું છે કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથોસાથ સમાજજીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે.

તેમણે દિવાળીની દિપમાળા, દિવડાઓ અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણ ના પ્રેરક છે તેવો ભાવ વ્યકત કરતાં આ ઊજાસ પર્વ જન-જન માં સકારાત્મક જયોત મશાલ બનીને ઝળહળે તેવી અભ્યર્થના કરી છે. મુખ્યમંત્રીએ વિક્રમ સંવત ર૦૭૮નું નૂતનવર્ષ સૌ માટે સમૃદ્ધિ અને વિકાસનું વર્ષ બની રહે તેવી ગલકામના કરી છે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, આપણી શક્તિ, ક્ષમતાના શ્રેષ્ઠત્તમ ઉપયોગથી આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ નૂતનવર્ષે સૌ સાથે મળીને સાકાર કરીએ.મુખ્યમંત્રીએ સાતત્યપૂર્ણ વિકાસ ની દિશામાં નક્કર કદમ માંડીને ગુજરાત વિકાસના રોલ મોડેલના રૂપમાં પ્રસ્થાપિત થયું છે તે પરંપરા સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ તથા પ્રયાસથી વિક્રમ સંવત ર૦૭૮ના નૂતનવર્ષમાં પણ જળવાય અને ગુજરાત તથા ગુજરાતની સામાજિક, આર્થિક, વાણિજ્યિક તમામ ક્ષેત્રે અગ્રેસર રહે તેવી અભિલાષા દર્શાવી છે.

Tags:    

Similar News