ગીર સોમનાથ : આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, ટ્રેનમાંથી ઉતરતા જ શ્રદ્ધાળુઓને થશે મંદિર પહોંચ્યાનો અનુભવ

આગામી બે વર્ષમાં સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, જ્યાં ટ્રેનમાંથી ઉતરતા જ યાત્રાળુઓને સોમનાથ મંદિરના દ્વારે પહોચી ગયાનો અનુભવ થશે .

Update: 2022-07-23 05:59 GMT

આગામી બે વર્ષમાં સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, જ્યાં ટ્રેનમાંથી ઉતરતા જ યાત્રાળુઓને સોમનાથ મંદિરના દ્વારે પહોચી ગયાનો અનુભવ થશે .

રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા જગવિખ્યાત યાત્રાધામ સોમનાથમાં હાલના રેલવે સ્ટેશન નું આધુનિક અપગ્રેડેશન કરવા નું નક્કી કર્યું છે. જે કુલ 134 કરોડના ખર્ચે નિર્માણ પામશે. માહિતી મુજબ રેલવે સ્ટેશન નું બિલ્ડિંગ સોમનાથ મંદિર ના વારસા ને દર્શાવતું હશે. અને ટ્રેન ના આગમન અને પ્રસ્થાન માટે અલગ અલગ લોન્જ ઉપરાંત પ્લેટફોર્મ ની સંખ્યા વધારવાનું પણ આયોજન છે, તો ઊર્જા બચત માટે પણ ગ્રીન બિલ્ડિંગ કોન્સપેટ ને અપનાવી સ્ટેશન નો વિકાસ કરવામાં આવશે. જે તૈયાર થતા હજુ બે વર્ષ જેવો સમય લાગશે. પરંતુ આ રેલવે સ્ટેશન તૈયાર થતાની સાથે સોમનાથ આવતા ભાવિકો ટ્રેન માંથી ઉતરતા ની સાથે જાણે મહાદેવના દ્વારે પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ પણ થશે.

આગામી વર્ષોમાં સોમનાથનું રેલ્વે સ્ટેશન વિશ્વસ્તરીય સુવિધા સાથે આધુનિક બનાવવા માટે કેન્દ્રનો રેલવે વિભાગ અને કેન્દ્રીય સરકાર જાહેરાત કરી ચૂકી છે. સોમનાથનું રેલ્વે સ્ટેશન ખૂબ જ જાજરમાન અને આધુનિક બનશે તેવું લાગી રહ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ હોવાને કારણે પણ અહીં દેશ અને દુનિયાના શિવભક્તો આવતા હોય છે, ત્યારે રેલવે દ્વારા પણ પ્રવાસીઓને આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાઓ અને ખાસ કરીને રેલવે સ્ટેશનમાં મળતી સુવિધાઓમાં વધારો થાય તેને ધ્યાને રાખીને નવા રેલવે સ્ટેશનના નિર્માણને લઈને કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગ આગળ વધી રહ્યું છે.

Tags:    

Similar News